પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૮૧
 

વાર્તાના ભંડારો । જેવી થોડીએક વ્યક્તિઓનું ધ્યાન આવા સંગ્રહો કરવા તરફ ગયું છે, પરંતુ હજી એ સંગ્રાહકોની દિશા સ્પષ્ટ નથી થઈ. આથી જ એમની વાર્તાઓ ખાણમાંથી ખોદી કાઢેલા કાચા સોના જેવી છે. છતાં ખૂબ અશુદ્ધ છે. હજી એને ફરી વાર લખીને શુદ્ધ કરવાની જરૂર છે. અહીં શુદ્ધિનો અર્થ ભાષાશુદ્ધિના સંકેતમાં નથી. હું આશા રાખું છું કે થોડા જ વખતમાં જાત જાતના બાળકોપયોગી વાર્તાના યોગ્ય સંગ્રહો આપણી ભાષામાં પ્રસિદ્ધ થશે. ભાઈ ઝવેરચંદ મેઘાણીએ આ દિશામાં સુંદર કામની શરૂઆત કરી દીધી છે એ હર્ષની વાત છે. બીજા પણ ઉત્સાહી યુવકોએ કાર્યારંભ કરેલો છે એમ હું જાણું છું, તેથી મારી આશા વ્યર્થ નથી ધારતો. આ ક્ષેત્રમાં કામ કરનાર જે જે ભાઈબહેનોનાં નામ નોંધ્યા વિના રહી જાય છે એમાં મારા અજ્ઞાનનો દોષ છે, તેમ છતાં તેમને ધન્યવાદ તો ઘટે જ છે. અંગ્રેજી ભાષામાં આ વિષય ઉપર ખૂબ લખાયું છે. આપણી ભાષામાં આ પહેલવહેલો નમ્ર પ્રયત્ન છે. આ નમ્ર પ્રયત્ન સફળ થાય એવું પ્રભુ પાસે માગી હું આ પ્રકરણ પૂરું કરું છું. વાર્તા ભંડારોની યાદી અઢાર પુરાણો અંધેરીનગરીનો ગર્ધવસેન અરેબિયન નાઈટ્સ અમારી વાર્તાઓ ભાગ ૧-૨-૩ આખ્યાયિકાઓ ખંડ ૧-૨ આદર્શ ચરિત્રાવલિ ભાગ ૧-૨ ૨૮૧ હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા નાગરદાસ ઈ. પટેલ નાનાભાઈ કા. ભટ્ટ ધીરજલાલ અમૃતલાલ ભટ્ટ ...