પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ તેની અસ્વાભાવિકતા અને અતિશયોક્તિને લીધે જ માણસને તેના ઉપર કંટાળો આવે છે. પરીઓની વાર્તા બનાવનારાઓમાં જે સ્વાભાવિક લાગણી, સહાનુભૂતિ, ન્યાયબુદ્ધિ અને સમતોલપણું વગેરે હોય છે તે નીતિની વાર્તાઓ બનાવનારાઓમાં જોવામાં આવતાં નથી. નીતિની ઘણી ઘણી વાર્તાઓ માનસશાસ્ત્રનું ભયંકર અજ્ઞાન બતાવે છે. નીતિની કેટલીએક વાર્તાઓ બાળસ્વભાવના જ્ઞાનનો અંધકાર જણાવે છે. કેટલીએક વાર્તાઓ મનુષ્યના સદ્ભાવમાં કેવળ અશ્રદ્ધા રાખનારી છે, તો કેટલીએક વાર્તાઓમાં કાર્યકારણના સંબંધનો કેવળ અભાવ હોય છે. નીતિ આપવા માટે નીતિશિક્ષણશાસ્ત્રીઓને ઘણી વાર બહુ વિચિત્રતા ભરેલી અને હાસ્ય સાથે ઘૃણા ઉત્પન્ન કરે તેવી વાર્તાઓ યોજી કાઢવી પડે છે. ૩૦ એક અડપલો છોકરો જીવો જેનું નામ' વાળી કવિતામાં નીતિની વાર્તા છે. છોકરાંનો સ્વભાવ જ પૃચ્છક અને શોધક છે. એ સ્વભાવને બાળક અનુસરે છે ત્યારે તેને નીતિનાં પંડિતો અડપલાં કહે છે. એટલી બાળસ્વભાવના અજ્ઞાનની ભૂલ તો કદાચ માફ કરીએ. પણ ડોસાની ડાબલીમાં શું હશે તે જાણવા માટે, એટલે કે અંદર રહેલ વસ્તુનો ભેદ કળવા માટે, જ્યારે જીવો ડાબલીનું ઢાંકણું ઉઘાડે છે અને તેમાંથી બિચારાની આંખમાં તપખીર ઊડે છે, ત્યારે તે ઊગતી આશાના અને કોમળ બાળકના દુઃખ તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે કર્કશ નીતિકાર એમ જ કહે કે ઠીક જ થયું ! એવા અડપલા છોકરાના તો એવા જ હાલ થવા જોઈએ. ત્યારે તો આપણને નીતિની વાર્તા ઉપર છેક તિરસ્કાર જ છૂટે. બાળકની, પોતાની નાક ઉપર ચશ્માં ચડાવી ફરવાની ગમ્મત જોવા જે ભાગ્યશાળી થયા હોય છે તે જ આ