પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૪
 

વાર્તાનું શાસ્ત્ર-૧ પકડે તોપણ રોઈ પડે. તેનાં સગાંવહાલાં કહે : 'વહાલી ! લે આ ખાવાનું આપું.’’ તોપણ તે રોઈ પડતી. કોઈ અજાણ્યું માણસ તેની સામે જુએ તોપણ તે રોઈ પડતી. પોતાની મા પાસે ખાવાનું માગતાં માગતાં પણ તે રોતી. કોઈ સગાંવહાલાને ઘેર કાંઈ કામે જવું પડે તોપણ તે રોતી. લૂગડાં પહેરતી વખત પણ તે રોતી. નહાવું પડે ત્યારે પણ રોતી. માથું ઓળતી વખતે પણ તે રોતી. નિશાળે જતી વખત પણ તે રોતી. કોઈ ઓળખાણ પિછાન- વાળાં માણસો હેત કરીને તેને બોલાવે અને તેની ખબર પૂછે : વહાલી ! કેમ છે ? તોપણ તે રોઈ પડતી. આમ હોવાથી ઘણાં માણસો તેને રોતીસૂરત છોકરી કહીને બોલાવતાં હતાં. ફળિયાનાં છોકરાં પણ 'વહાલી ગાંડી ! વહાલી ગાંડી ! વહાલી કજિયાળી !’’ એમ કહી તેને ચીડવતાં હતાં, તેથી એ રોતીસૂરત છોકરીને કયાંય પણ સુખ મળતું નહોતું. ઘરમાં પણ તે રોયા કરતી; નિશાળે પણ તેને રોવું પડતું; ફળિયામાં પણ છોકરાં તેને જંપીને બેસવા દેતાં નહિ, અને પાડોશીઓના ઘેર જાય ત્યાં પણ વાતવાતમાં તેને રોવું પડતું હતું. તે છોકરી કોઈને ગમતી નહિ, એટલે કોઈ પણ ઠેકાણેથી તેને માન મળતું નહિ. પણ ઊલટું બધે ઠેકાણેથી તેને અપમાન થતું હતું. કોઈ તેનાં વખાણ કરતું નહિ, પણ સૌ તેને ચીડવતાં હતાં. શેરડી, બોર, જમરૂખ, ચણા વગેરે ખાવાનું કોઈ તેને આપતું નહિ, પણ તેની પાસે જે ખાવાનું હોય તે તે રોયા કરે એટલી વારમાં બીજું કોઈ ખાઈ જતું, અથવા નંખાઈ જતું, ઢોળાઈ જતું કે ખોવાઈ જતું; તેથી તેનો સ્વભાવ ખારો ઝેર જેવો થઈ જતો, તેનું મોઢું ઉદાસ જેવું થઈ જતું, તેના માથાના વાળ ખીંખરવીંખર થઈ જતા, તેનાં લૂગડાં મેલાં થઈ જતાં, તેના ગાલ ઉપર સુકાઈ ગયેલાં આંસુના રેલા દેખાતા. ૩૪