પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૪૮
 

પ્રકરણ ત્રીજું વાર્તાઓનો ક્રમ કહેવા યોગ્ય વાર્તાઓ નક્કી કર્યા પછી અને તેમને એકઠી કર્યા પછી કયા ક્રમમાં તે કહેવી તે નક્કી કરવાનું છે. વાર્તાકથન માટે વાર્તાનો ક્રમ નક્કી કરવાનું જેટલું આવશ્યક છે તેટલું જ તે અઘરું છે. છતાં જ્યાં સુધી ક્રમ નક્કી ન કરી શકીએ ત્યાં સુધી વાર્તાકથનનો ઉદ્દેશ અડધો જ પાર પડે, અને બીજી બધી રીતે વાર્તા કહેનારે કરેલી તૈયારી નિષ્ફળ જાય. વાર્તાકથનમાં ક્રમ જેવું હોવું તો જોઈએ જ, એ તો આપણે સાદા વિચારોથી પણ સમજી શકીએ તેમ છે. ત્રણ વર્ષના બાળકને આપણે ઐતિહાસિક વાર્તા કે અદ્ભુત વાર્તા કહેતા નથી. વાર્તા ગમે તેટલી સુંદર કહી શકતા હોઈએ છતાં એ ઉંમરના બાળકને પ્રેમની વાતો, ધર્મની વાતો, બહાદુરીની વાતો, વિનોદની વાતોમાં રસ પડવાનો જ નહિ. એવી જ રીતે દસથી બાર વર્ષનાં બાળકોને આપણે બાલસ્વભાવને અત્યંત પ્રિય એવાં જોડકણાં, જેવા કે -