પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૮
વસુંધરાના વહાલાં-દવલાં
 

ગાડી ક્યાં કોઈના બાપની છે ? સરકારી ખાતું છે. વાપરે તેના બાપનું. "

લખડીએ જાણે કે એક એક શબ્દ વિચારીને કહ્યો. પણ તેજુને એમાં રહેલા કટાક્ષની સમજ ન પડી. એણે તો પાધરો જવાબ વાળ્યો : " પગપાળા જાયેંને બેન, તો મુકલ જોતા જવાય. ને વગર ટિકિટે ક્યાંક પકડાઈએ કરીએ તો આપણ જેવાને જેલમાં ખોસી ઘાલતાં શી વાર ! તમારા જેવો સાથ મળ્યો છે. એક કરતાં બે ભલેરાં બન્યાં. વાટ ખૂટતાં વાર નહિ લાગે. "

તેજુને ટ્રેનમાં પકડાઈ જવાની બીક હતી. વાણિયો લાલકાકો ધા નાખતો દોડ્યો હશે. જીવતરના પટકૂળમાં અજબ ભાત પાડી જનારો તાણો ખૂટી ગયો, ભાત રહી ગઈ. પાછળ જાણે સાદ આવતા હતા ' પાછી વળ, પાછી વળ. ' આગળ અવાજ બોલતા હતા : ' લેણદેણની ચોખવટ કરી જા. '


21

‘લખમી' કહેવાઈ


"એ આવ્યો છ‌ઉં. "

એવા શબ્દ બોલીને કામેશ્વર ગોરે જ્યારે પોતાના આંગણામાં પગ મૂક્યો ત્યારે પીપરડીનો આખો બ્રાહ્મણવાડો એને ઘેરે મેળે મળ્યો. કામેશ્વર ગોર ત્રણ વરસની જેલ ખેંચીને ગુજરાતમાંથી પાછા વળ્યા હતા.

" પે'લાં પરથમ તો મને ગોબર ને ગૌમૂતર આપો. " એમ કહીને એણે ઓશરીને પણ ન અડકતાં ફળીમાં જ એક બાજુ આસન લીધું. ગોબર ને ગૌમૂત્ર આવ્યાં તેના પ્રાશન વડે એણે દેહની વિશુદ્ધિ કરી નાખી.

" કાં દાદા, પોંચાડ્યાં ? ફત્તે કરી આવ્યા ? ક્ષેમકુશળ ? " એમ