પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

" ઝંડૂર, આ શું પહેર્યું છે તેં ? આ કપડાં ક્યાંથી ? આટલાં બધાં મુલાયમ ! મને કાંટા જેવાં ખૂંચે છે. આ ભભક શેની ઝંડૂર ? મને આ ખુશબો નવી લાગે છે. મારાથી દમ નથી લેવાતો, ઝંડૂર ! મારી ગરદન પર ચડી બેસે છે આ ખુશબો. તને કોઈએ મારપીટ કરી છે ! તને કોઈએ ગાલી દીધી છે ? આંહીં પાસે આવ ઝંડૂર ! પ્યારા ભાઈ ! મા ! તને સુવાડી દ‌ઉં. "

એટલું કહીને એ ઝંડૂરને ગળે બાઝી પડી અને મછવો ચાલી નીકળ્યો.