પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

તલસાટને રૂંધનાર ત્યાં કોઈ નહોતું. આશ્રમના ઉંબરામાં જ વેરાના ઊભું હતું. સમાજની સમસ્ત કાળાશ જ્યાં છુપાવવામાં આવતી હોય ત્યાં સફેદ પોશાકનો પહેરનારો સમાજ પાડોશીપણું રાકહતો નથી હોતો. આશ્રમની બહાર બીજું કોઈ મકાન નહોતું. મિલના મેળા પાણીની નીક મોટા અજગરનું રૂપ ધરીને આડી પડી હતી. એના કમર સુધીના વહેણમાં થઈને બાળક પાર નીકળી ગયો. પણ હજુ એનાં હોઠ-જીભની શોધ પૂરી નહોતી થતી. અંધારામાં ખાડા-ખબાડિયાં આવતા ને બાળકને એક-બે ગુંલાટો ખવરાવતા. પણ થોડા દિવસા પર માતાના કૂબામાં ગામ – ટોળાના ઝનૂની પગની હડફેટે ચડવા જેવી કશી જ ભયાનકતા એ ખાડા- ટેકરાના મારગાં ઋમધનમાં નહોતી. ટેકરાઓ ગાળો નહોતા દેતા. હાકોટા નહોતા પાડતા. પકડી નહોતા રાખતા. પોતાની છાતી પર થઈને ચાલવા દેતા. ટેકરા ને ખાડા માયાળુ હતા. તેમણે ‘સાહેબ, સલામ’ કરવાની ફરજ પાડી નહિ. પવન જાણે કે ટેકરા-ખાડાઓના પોલાણમાં પેસીને લપડાકો મારતો હતો.

ખેતરને શેઢે કોઈક કાળા આકારો દેખાયા. તારાઓએ પ્રકાશિતા કરેલું અંધારું જેટલું કાળું નહોતું એટલા એ આકારો હતા. બાળકે એ દિશા પકડી.

બે-ત્રન નાના નાના ભડકા થયા, અને તે અપ્છી જાણે કોઈ નાનો-શો અગ્નિ થોડે થોડે અંતરે ઝબૂક ઝબૂક કરતો રહ્યો. આકાશમાંથી પૃથ્વી પર પડેલો એ શું તારો ઝગતો હતો? બાળકની કલ્પના સૃષ્ટિમાં બીજી કોઈ ઉપમા જડવી અશક્ય હતી. બાળકની જીભને પહેલું પોષન આપનાર માતા છે. બાળકની કલ્પનાને પહેલું ધાવણ ધરાવનાર આકાશ છે. એટલે જ બાળ રામચંદ્રજીનો સૌ પહેલો કજીયો 'મા મને ચાંદલિયો વા'લો'નો જ હતો. એટલે જ દુનિયાએ એને ચાટલામાં ચંદ્રનું પ્રતિબિમ્બ બનાવીને ફોસલાવી લીધા હતા.

બાળકની જીભ લબકારા કરવા લાગી. ઝબૂકતો અગ્નિ કોઈક ખાવાની ચીજ હોવી જોઈએ. તારાઓના દર્શન પછીની પહેલી સંજ્ઞા કદાચ બાળકને આજ હશે કે માનાં સ્તનોની એ કોટાનકોટિ ડીંટડીઓ છે.