પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

એક પછી એક જાનવરની સામે નજર કરી. રીંછણી, રતનિયો અને રતન ડોસી ત્રણે પશુઓ નિર્વેદમય જ્ઞાનીઓ જેવાં ઊભાં હતાં. તેઓએ કાંઈ જવાબ ન દીધો, પણ તેઓનું મૌન મદારીની મૂંઝવામાં જાણે કે પૂરું સહભાગી બન્યું હતું. દૂર દૂર કૂતરાના ડાઉ ડાઉ સ્વરોના ભણકારા આવતા હતા તેની સામે કાન ઊંચા કરીને ગ્રણ પશુઓ પૂંછડી સંકોડતં હતાં.

મદારીએ કાંધ પરની કાવડ ઉતારીને આસ્તેથી નીચે મૂકી.

"ખાવું-" બાળકે બીજી ધા નાખી.

ગાવું-" મદારીને એકાએક સમશબ્દ સૂઝ્યો અને એના મોં પર ઉલ્લાસની ઝલક ઊઠી. એણે ચપટીઓ વગડતે વગાડતે પગનો થૈકાર કર્યો. એને ઇલમ સૂઝી આવ્યો. એને કાવડમાંથી ડુગડુગી અને બંસી કાઢ્યાં. ડડક ડડક ડક ડડક એવા અવાજ કરતી બે નાની દોરીઓ એના હાથમાં ફરતી ડુગડુગીનાં બેઉ મોં પર તમાચા ચોડવા લાગી તે સાંભળી બાળક ઝોળીમાંથી બહાર નીકળ્યો. ડોસાએ અપ્ગે ઘૂઘરા બાંધ્યા. બીજા હાથમાં બંસી લઈને હોઠ પર અડકાડી. બંસીનું બાજન, ડુગડુગીના ડડકાર અને ઘૂઘરાના ઘમકાર વચ્ચે ઘમકાર સાઠ વર્ષના મદારીએ નૃત્ય માંડ્યું.

આટલાં વર્ષો સુધી એણે પેટ ખાતર નાચ્યું - બજાવ્યું હતું. આજે એને એક બાળકને ભૂખનું ભાન ભુલાવવા ત્રણથરો નટારંબહ્ મચાવ્યો. ફાટેલ લૂંગીમાંથી ઘૂંટણ સુધી દેખાતા એ જૈફ જર્જરિત જગ બધાંની રજે જોડાયેલા ડામરરંગી લાંબા નળા નૃત્યનાં નીરમાં નાહવા લાગ્યા. એના પગમાં લોહી નહોતું પન નૃત્ય - નર્યું નૃત્ય જ - ભર્યું હતું. એના બુઢાપાએ આ નાટારંભી જુવાનીને શું આટલાં વર્ષ આ અજાણ્યા બાળકને માટે સંઘરી મૂકી હતી !

બાળક એના પગની છટા પર ધ્યાનમુગ્ધ બની ગયો. બાળક એ પગલાંની નૃત્ય-વાણીના અક્ષરો ઘૂંટવા લાગ્યો. બાલકનું શરીર માત્ર પ્રેક્ષક ન બની રહ્યું - બાલકે પગલીઓ માંડી. મદારીની ડુગડુગીને તાલે