પૃષ્ઠ:Venina Ful.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બોલે મોરલો


હાં હાં રે મીઠો બોલે મોરલો
દીઠો અદીઠો બોલે મોરલો

ડુંગરની ધારે બોલે મોરલો
દેવળને દ્વારે બોલે મોરલો

આંબાની ડાળે બોલે મોરલો
સ્રોવરની પાળે બોલે મોરલો

રાજાના ચોકમાં બોલે મોરલો
રાણીના ગોખમાં બોલે મોરલો

વીરાને ઓટલે બોલે મોરલો
ભાભીને ચોટલે બોલે મોરલો

મોતી ચણંતો બોલે મોરલો
દિન ગણંતો બોલે મોરલો