લખાણ પર જાઓ

પૃષ્ઠ:Venina Ful.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૪



હાં રે મને પ્યારો છે
પાદશાહ ! તારી ફુલ–પામરીનો પીળેરો રંગ,
હાં રે બીજો પ્યારો છે
ચીન કે જાપાની બેની ! તમારો પીળેરો રંગ.

હાંરે મને પ્યારો છે
ઈશ્વરે દીધેલો આછો કે ઘેરો પીળેરો રંગ.
હાં રે બહુ આકરો છે
દોષ દેખનારી કો આંખડીનો પીળેરો રંગ.


🙖