આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
(ઢાળ — વનમાં બોલે ઝીણા મોર
કોયલ રાણી કિલોળ કરે રે લોલ.)
આભમાં આવડા શેના દીવા
કે દીવડા કેણે કર્યા રે લોલ !
દીવડે કેદિયે ન ખૂટ્યાં તેલ
કે કેણે તેલ પૂર્યાં રે લોલ !
આભમાં રે’ એક અબધૂત જોગી
કે માથડે જટા મોટી રે લોલ.
આભના આસમાની દેરામાં
કે તપસી તપ તપે રે લોલ.
પ્રભુજીની આરતીને કાજે રે
કે તપસી વાટ્યો વણે રે લોલ.