આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
સાગરે પાણી પછાડા ખાયે
કે લાખ લાખ લોઢ ઉડે રે લોલ.
ડુંગરા ડોલે, મિનારા તૂટે
ગગનમાં આંધી ચડે રે લોલ.
વાર વાર માંડે વીજ કડાકા
કે બાર બાર મેઘ તૂટે રે લોલ.
તોય મારે આભને દીવડલે રે
કે જરીયે ન જ્યોતું હલી રે લોલ.
આભમાં આવડા શેના દીવા
કે દીવડા કેણે કર્યા રે લોલ !
🙖