પૃષ્ઠ:Venina Ful.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



વીંઝણો


[ઢાળ - વહુવારૂને કોણ મનાવા જાય !]


આકાશે આ વીંઝણલો કોણ વાય !
રજની રે ! તારો સલૂણો શશિયર રાણો વાય,
વીંઝણલામાં તારલિયાળી ભાત.

ધરતીમાં એ વીંઝણલો કોણ વાય !
સરિતાજી ! તારો સાયબો સાયર રાણો વાય,
વીંઝણલામાં માછલિયાળી ભાત.

સરવર પાલે વીંઝણલો કોણ વાય !
કોયલ ! તારો કંથ આંબો રાણો વાય,
વીંઝણલામાં મંજરિયાળી ભાત.

વાડીમાં એ વીંઝણલો કોણ વાય !
ઢેલડ ! તારો વર રે મોરલિયોજી વાય,
વીંઝણલામાં ચાંદલિયાળી ભાત.