પૃષ્ઠ:Venina Ful.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કૃતિની ઉપયોગિતા મોટી છે. કન્યા-સાહિત્યની તૂટ ભોગવતા યુગમાં આવો પ્રયાસ, પ્રયાસ તરીકે પણ આદરણીય છે.

પરંતુ અમે તો આ ગીતો પરત્વે જાતિ-ભેદ પણ પાડવા નથી માગતા. પુરૂષ-હૃદયને પણ એ નિર્મલ રસ આપે છે. શિક્ષણના સર્વ પ્રેમીઓ પ્રતિ વિનતિ છે કે શિક્ષણ-સંસ્થાઓમાં આ ગીતોનું સ્થાન નક્કી કરે.

પ્રથમ આવૃત્તિમાં એક ફરજ બજાવવી રહી ગઈ હતી: અને તે ભાઇશ્રી રવિશંકર રાવળનું ઋણ સ્વીકારવાની. મુખ પૃષ્ટ પરનું ભાવવાહી ચિત્ર કો’ કવિના શિઘ્ર ઉર્મિ કાવ્ય સરખું એમની પીંછીમાંથી ખાસ ‘વેણીના ફુલ’ માટે જ સરી પડ્યું છે અને ભેટ રૂપે મળ્યું છે.

મહિલા વિદ્યાલય
ભાવનગર
ચૈત્રી પૂર્ણિમા
૧૯૮૪
}
સૌ. વિનોદિની ર. યાજ્ઞિક
બલવંતરાય ગોપાલજી મહેતા
મંત્રીઓ, ભાવ. સ્ત્રી. કે. મં.