આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર – વીરાજી૦
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો [૧]ઝીંકે છે ઘાવ – વીરાજી૦
મોટેરે માડી ! તારી કૂખૂં લજાવી
નાને ઉજાળ્યા અવતાર – વીરજી૦
મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં
નાનાની ખાંભી પૂજાય – વીરાજી૦
ભેટે ઝુલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝુલે રે !
ભીંતે ઝુલે છે તલવાર
બાપૂજી કેરી ભીંતે ઝુલે રે!
♣
- ↑ * બીજો પાઠ : ઝીલે છે ઘાવ