પૃષ્ઠ:Veranman.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની અંધાર-ગલીમાંથી
૧૧૩
 

પેઠે જ અંદર પેસી ગયાં. એના જ મેજ પર જઈ બેઠાં, અને વરધી દીધી; “એય છોકરી ! બે કપ ચહા લાવ.”

*

મારા નવજન્મનું પ્રથમ મિલન અમારે આ રીતે થવું સર્જાયું હતું ! અમારે બન્નેને વેશ ભજવવાના હતા; એને પીરસનારીનો ને મારે ઘરાકનો. અમારાથી છચોક વરવધૂ તરીકે મળી પણ ન શકાયું. છુપું છુપું ફક્ત એક જ વાર, કોઈ ન દેખે તેમ એણે પોતાનો પંજો મારા હાથ પર દબાવી દીધે, ને ગદ્ગદિત કંઠે ચુપચાપ એ એટલું જ બોલી શકી "ઓ વહાલા !"

પછી એ નોકરી પરથી છૂટી ત્યારે તો અમે બેઉ બાગમાં દોડ્યાં ગયાં, ને ત્યાં ઝાડ તળે કંઈ પાર વગરની વાતો કરતાં બેઠાં રહ્યાં.

*

હવે ભવિષ્યનું શું ! કદાચ ખરી કઠણાઈ તો હજી બાકી હશે. જાણે, ક્યાંક નાસી જાઉં ! ને મારું બદનામ નામ બદલી નાખી નવો અવતાર આરંભું !

પણ જાઉં તે કેવી રીતે ? મારી પાસે પેટગુજારાના પણ પૈસા નથી રહ્યા. અહીં જ ક્યાંક મારે ધંધો શોધવો પડશે.

દરમ્યાન જાણે મારી પાછળ ને પાછળ એક ભયાનક અવાજ ચાલ્યો આવે છે:

“બંધવા, તારો જાન નીકળતાં સુધી તને ગર્દને ફાંસી. . . . . . . . . .”

ઓહ ! ઓહ ! ઓહ પ્રભુ !