પૃષ્ઠ:Veranman.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
વેરાનમાં
 


મિત્ર બબડતો હતોઃ “જો ભાઈ નદી તો જો ! આપણી દયાળુ બુઢ્ઢી નદી તો જો ! આ આપણી ભલી ભાદર માતા તો જો !"

--જાણે એને વિસ્મય થયું હતું કે આ નદી અહીં ક્યાંથી !

અમે છુટા પડ્યા – એ એનાં બાળબચ્ચાં પાસે ગયો ને હું મારી માની નાની હાટડીએ ચાલ્યો ગયો.

અપીલનો શો ફેંસલો આવ્યો તેની માને ખબર નહોતી, એટલે હું તો ઓટાની ઓથે છુપાઈ રહ્યો. માને મારે ચકિત કરવી હતી.

મા આવી, નીચે ઉતરી. મને જોયો. ફાટ્યે ડોળે ટાંપી રહી. જાણે હું એના મુએલા દીકરાનું પ્રેત હોઉં ને ! પછી એની આંખોમાંથી દડ દડ હર્ષાશ્રુ ચાલ્યાં. મને એણે બાથમાં લીધો. અમારા બેમાંથી કોઈ કશું બોલી જ ન શક્યું.

×

મા અને હું બંને મારી પત્નીને મળવા ચાલ્યાં. એ એક ચહાની હોટલમાં પીરસનારી તરીકે નોકરી કરતી હતી. એની અગાઉની નોકરી, મારો મુકર્દમો સાંભળવા માટે એ કામ પરથી થોડી ગેરહાજર રહેલી તે કારણે, તૂટી ગઈ હતી. અને આ નવી નોકરીનું પણ એમ ન થાય તે કારણે એ મારી અપીલની સુનાવણીમાં નહોતી આવી.

એ એક ખૂની કેદીની ઓરત છે એવી ખબર હોટલમાં કોઈને નહોતી. એટલે અમે સાધારણ ચાહ પીનારાં ઘરાકોની