પૃષ્ઠ:Veranman.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
વેરાનમાં
 

એકલતા દેખીને એનું દિલ દ્રવશે. પણ નહિ; મારે દુ:ખ ન લગાડવું ઘટે. કુદરત તો હમેશાં સન્મુખે જ મીટ માંડે છે, પછવાડે નહિ. કોઈ પણ પુત્ર માતાપિતાના જેટલો પ્રેમ કદી અનુભવી શકે નહિ. જીવનનો એ નિયમ જ છે. માટે ઓ પરલોકવાસી વહાલી ! આપણે માવતરે એ જ મનને વાળવું રહ્યું !”

×

પ્રણયના પ્રથમ મિલનનું એક શબ્દચિત્ર:

“એક પલમાં તો પ્રકાશના ચમકાર પેઠે સ્ત્રી પુરુષના હૈયા ઉપર ઊછળી પડી. બીજી પળે તેના હાથ પેલાના કંઠની આસપાસ લપેટાઈ ગયા, મોંમાં મોં પરોવાયું અને–દુનિયા આખી ઓગળી ગઈ.”

×

મને લાગે છે કે દુનિયાના આરંભથી લઈ આજ સુધી એવો એક પણ મહાપુરુષ નહિ થયો હોય કે જેને એકાદ કોઈ સ્ત્રીએ સાચે સ્વરૂપે ન પારખ્યો હોય. એ સાચું સ્વરૂપ એટલે ? સ્નેહનાં ટાયલાં ખોલતો વેવલો છોકરો !

×