પૃષ્ઠ:Veranman.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાનત હે દરદી દરદીકી—
૫૩
 


ડ્રાઈવરે પછવાડે દ્રષ્ટિ કરી. કન્ડક્ટરની સામે જોઈ એ હસ્યો. એનું હસવું સહુએ જોયું. ઓરતનો પાટો વધુ ને વધુ લોહીમાં ભિંજાતો હતો.

એ હાસ્ય ઉપર પેસેન્જરોનો જ્વાલામુખી જ્યારે ફરીવાર ફાટ્યો, ત્યારે પાટાવાળી ઓરતના ધણીએ સહુની સામે હાથ જોડ્યા.

“ભૈયા લોગ, ડ્રાઈવરને ન સતાવો. એ દિવસ–રાત ગાડી ચલાવે છે. એના કલેજામાં ન માલુમ શી શી ફિકરો ઘોળાતી હશે. એનો ગુન્હો નથી. મારાં મુકદ્દર ! ”

ને ગાળો ભાંડનારાં લોકો જ્યારે પોતપોતાને મુકામે ઊતરી ચાલ્યાં જતાં હતાં ત્યારે કસકસતા બાંડીસમાં થાકેલી પગ-પીંડીઓને ચેપતો, ઘંટડી પર સતત જોડા પછાડતો, ઘડી બ્રેક ધુમરડી સજ્જડ કરતો તો ઘડી મોકળી છોડતો, ઉજાગરે બળતી આંખોને જગતનાં જાળાં ઝાંખરાં વચ્ચે ખેંચતો, ઊંદર પણ ન ચગદાય તેની સરત રાખતો ડ્રાઈવર બસો પેસેન્જરોના જાનની જવાબદારી લમણાં પર ઉઠાવી કાલબાદેવી રોડ પર પંથ કાપતો હતો. વારંવાર એ મોં ફેરવી પેલી ઓરતના પતિ સામે દીન આાંખો માંડતો હતો. મોંથી શબ્દ પણ ન બોલ્યા છતાં એની આાંખો ઊંડો પસ્તાવો પુકારતી હતી. ઓરતનો ધણી પણ મુંગી મુંગી માફી બક્ષી રહ્યો હતો.

મેં ઓરતના પતિને પૂછ્યું: “ શું કરો છો ?”

“...... કુંપનીનો ખટારો હાંકુ છું.”