પૃષ્ઠ:Veranman.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાનત હે દરદી દરદીકી—
 


કાએક થંભેલી ટ્રામને જોશભેર આાંચકો લાગ્યો.

“ઉ-હુ–હુ-હુ ” એક વેદનાની બુમ ઉઠી.

“અરેરે ભૈયા ! મેરી ઓરતકી આાંખ ફુટ ગઈ !” એટલું બોલતા એક પુરુષે ઉંહકારો કરનાર ઓરતને પકડી લીધી.

ઓરતની આાંખો પર લપેટેલો પાટો ધીરે ધીરે લાલ બન્યો.

“ક્યા હે !" પુછપરછ થઈ.

“કુછ નહિ ભાઈ, મુકદ્દર ! ”

લોકોને સમઝ પડી. પાટાવાળી ઓરતની આાંખો પર નસ્તર મુકાવેલું. સાત દિવસે આજે જ એને ઈસ્પિતાલમાંથી છોડી હતી. ધણી એને દોરીને ઘેર લઈ જતો હતો. આંખોના કાચા ટેભાને ટ્રામના આંચકાએ તોડ્યા હોવા જોઈએ.

“ટ્રામનાં ઉતારૂઓમાં સામટો ઉશ્કેરાટ ઊઠ્યો. ડ્રાઈવર ઉપર ઝડી વરસી: અંધો ! હેવાન ! ઊંઘે છે ! નિર્દય ! ખુમારીમાં ને ખુમારીમાં જોતો નથી વગેરે.