પૃષ્ઠ:Veranman.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
વેરાનમાં
 

માતૃ-ખોળો છે. હું કાળો કદરૂપો પણ એ ભૂમિનો પુત્ર છું. મને મારી વતન-ભોમ બોલાવે છે. મારું શરીર ગમે ત્યાં હો, મારો આત્મા ત્યાં જ ભમે છે.

જગતભરના મારા પરિભ્રમણમાંથી હબસી તરીક મને ધણું ઘણું જાણવાનું મળ્યું છે. મારી સામે ઊભેલી મોટી સમસ્યા તો એ છે કે જગતના તમામ પટ પરથી મારા હબસી બાંધવો બસ હબસી હોવાની જ ના પાડે છે. અમારા કેટલાંકોને તો આફ્રીકાવાસી ગણાવાની પણ ઈચ્છા નથી.

મને પોતાને તો હબસી તરીકેની તલમાત્ર હીનતા નથી ખટકતી. આપણને ઊતરતી રીતે મુલવનારાઓનાં મૂલ્યાંકન આપણે સ્વીકારીએ શા માટે ?

પણ ગોરી ચામડીવાળાએ હબસીને એટલા કાળથી ને એટલા જોરશોરથી હીન હીન કહ્યા કર્યો છે, કે હબસીએ પણ એ હીનત્વ સ્વીકારી લીધું.

આમ શા માટે ? અમે જાણીએ છીએ કે અમારામાં બુદ્ધિ છે. હરહંમેશ અમે જગતને અમારી એ બુદ્ધિનો પરિચય આપીએ છીએ. શા માટે અમારે અમારું ચડિયાતું મૂલ્ય ન મૂલવી લેવું?

મને તો મારા માર્ગમાં મારું હબસીપણું ક્યાંય નથી નડ્યું. મેં તો સહુનાં માથાં ભાંગીને મારી પ્રગતિ કરી છે. રૂકાવટને મેં મારે રસ્તેથી ઉખાડી નાખી છે.