પૃષ્ઠ:Veranman.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીનતાની તલવાર નીચે
૬૭
 


પરંતુ એ તો મારો વ્યકિતગત વિજય. એને હું શું કરું ? હું જ્યાં જ્યાં જાઉ છું ત્યાં ત્યાં મારો સગો બાપ કે ભાઈ પણ જો ન આવી શકે, મને જે સમાજ ખમા ખમા કહી સત્કારે છે તેની અંદર મારા જાતભાઈઓ જો ન પ્રવેશી શકે, તો એ સુકીર્તિ, એ સમાજપ્રતિષ્ઠા, એ સમાજનું જીવન મારે ન ખપે.

હું જાઉ છું.