પૃષ્ઠ:Veranman.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
વેરાનમાં
 

ખોરડું અનાથ બાલકોનાં સિર પર કડડભુસ તૂટી પડી ઢગલો બને છે.”

"એનું નામ–વિજય. એનું નામ વીરતા.”

*

જાલીમીના પાયા ખોદનાર એ બીજું કાવ્ય. ત્રીજા કાવ્યમાં તૌફીક ફીક્રતે આશાના સૂરો ઝંકાર્યા.

“માનવી, મને શ્રદ્ધા છે કે માનવી જગતમાં સ્વર્ગ ઉતારશે."

“પણ એના હૃદયમાં રોષ કે બળવો નહિ હોય."

“રકતપાતમાંથી હિંસા ને હિંસામાંથી રકતપાત જન્મે છે."

“વૈર અને ધિક્કારની જ્વાલા રુધિર રેડ્યે નહિ ઓલવાય.”

“માનવી માનવીનો બાંધવ છે. ભલે તમે એને સ્વપ્ન ભાખો, પણ મુજ સરીખાં હજારો જ્યાં એ સ્વપ્નમાં શામિલ છે."

“જાલીમીને જો તોપો દારૂગોળા અને દુર્ગો છે, તો નેકીને એક એવું આયુધ છે, કે જે કદી નહિ હારે; એક એવી છાતી છે, કે જે સદાય સન્મુખ રહેશે."

x

ફીક્રતથી ઉલટી જ વિચારધારા વહાવી મહમદ અકીફે. એણે ધર્મભાવનાને ઊર્ધ્વગામી ગણી, ને એણે પ્રબોધ્યું કે ભૂતકાળને અવગણનાર કોઈ પ્રજાને માટે ઉજ્જવલ ભાવી નથી