પૃષ્ઠ:Veranman.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ સલ્તનતને ઉખેડનાર
૬૯
 

અપરાધ લેખાતો. એ પ્રતિબંધોએ લેખકોને ધર્મના તથા ભૂતકાળના કટ્ટર દુશ્મનો બનાવ્યા. તે સહુનો મોવડી, ને એ સંપ્રદાયનો સમર્થ પ્રતિનિધિ હતો તૌફીક ફીક્રત.

*

‘ધુમ્મસ’ નામનું એનું સુપ્રસિદ્ધ કાવ્ય છે. એ કાવ્યની ટેક-પંક્તિનો મર્મ આ છે.

“ઓઢી લે, ઓ મારી નગરી ! ઓ કરુણ પાયમાલી ! ધુમ્મસનું આ શ્યામ કફન ઓઢી લે ! અને સદાની નીંદમાં પોઢી જા !"

તુર્ક વિદુષી સાક્ષી પૂરે છે કે અબદલ હામીદના પતનમાં આ કાવ્યનો જબરો હિસ્સો છે.

એવું જ જોરાવર એક લાંબુ કાવ્ય તૌફીક ફીક્રતે સુલેહ અને બંધુપ્રેમનો સંદેશ આપવા માટે રચ્યું: જગતમાં પૂજાતી આવતી પ્રચલિત વીરતાને એણે ધિક્કાર દીધો.

“વીરતા ! –નર્યા રક્તપાત ને નરી બર્બરતા."

“વિજય–એક ઘાતકી સંહારલીલા."

“જેમાં પગ મૂકવા જેટલી જગ્યા નથી: શબો અને યાતનાઓ જ્યાં ખદબદી રહ્યાં છે: લીલાં ધાન્ય સફા થયાં છે: ઘાસનાં તરણાં, અરે લીલા શેવાળ પણ ચીમળાયાં છે."

“કુટુંબોનાં કુટુંબો ઉખડી ગયાં છે: ઘરો ને શેરીઓ સુનકાર બનેલ છે : હર એક આાંગણું કબ્ર બનેલ છે, ને હરએક