પૃષ્ઠ:Veranman.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
વેરાનમાં
 

ખરડી નાખતી આપણે ક્યાં નથી દીઠી ? ઘરને આાંગણે જ નજર કરો.

એ ધિક્કાર કિન્નાખોરી, અને શ્યામ સંસાર-દૃષ્ટિથી ગોર્કીને કોણે બચાવ્યો ? પોતે વિપ્લવી સાહિત્યનો અગ્રણી છતાં, ક્રાંતિના ઝંઝાવાતોમાં પાંખો ફફડાવનાર ગરુડ–માનવ હોવા છતાં, ઉથલપાથલનો જીવતો જાગતો અવાજ બનેલો છતાં એની લખેલી કૃતિઓ ગંભીર માનવ–પ્રેમ વડે કાં મહેકી રહી છે? Mother–મા–નામને એનો ગ્રંથમણિ પીડિત રશિયાના પીડક વર્ગ સામેનો મરણિયો સંગ્રામ આલેખનાર અજોડ નવલ તરીકે–જગત–સાહિત્યને શોભા આપી રહેલ છે, તેમાં પણ ક્રોધ, ઉશ્કેરાટ અને ડંસીલી વૃત્તિઓને બદલે માનવપ્રેમભર્યું ઠંડું વીરત્વ વિલસે છે તેનું શું કારણ ?

ગોર્કીનાં એ બધાં સર્જનોની પછવાડેથી મને તો એક ગંભીર સ્વરના ભણકારો સંભળાય છે. એ સ્વર તે એનાં બુઢ્ઢી મોટીબાનો વિદાયસ્વર. દોહિત્રને એની પંદર વર્ષની ઉંમરે શહેરને માર્ગે વળાવતી આ ડોશીએ કહેલા છેલ્લા શબ્દો ગોર્કીએ પોતે જ સંઘરી લીધા છે.

“જો ભાણા, લોકો જોડે ગુસ્સો કરીએ નહિ હો કે ? રોજ રોજ જો ખિજાયા જ કરીશ ને, તો તું કઠોર અને ગર્વિષ્ઠ બની જશે. તારા દાદાને દુનિયા માથે ખિજાવાની જ ટેવ હતી તો એની શી વલે થઈ છે જુએ છે ને ? અવતાર કાઢ્યો તોએ ડહાપણ ન આવ્યું, ને હવે બુઢ્ઢાપણમાં જીવતર કડવાશે ભરાઈ ગયું. એક વાત યાદ રાખજે ભાઈ ! કે