પૃષ્ઠ:Veranman.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવપ્રેમી સાહિત્યકાર
૯૫
 

ખુદ ઈશ્વર પણ મનુષ્યોને જોખાજોખ કર્યા નથી કરતો, એ કામ તો છે સેતાનનું. લે ત્યારે હવે આવજે હો ભાણા !”

એમ કહીને ડોશીમાએ પોતાના ત્રાંબાવરણા ગાલ ઉપરથી ઊનાં આાંસું લૂછ્યાં ને ઉમેર્યું, “તું તો વેગળો વેગળો ચાલ્યો જશે, ને હું—મરી જવાની.”

ગોર્કી લખે છે : “મારા હૈયાનું સૌથી વધુ વહાલસોયું આ માનવી હવે મને કદી મળવાનું નથી એવા ક્ષણભરના વિચારે એ વિદાય–ઘડીએ મારા કલેજાને ચીરી નાખ્યું હતું.”

'Mother' ના વાંચકો સહેલાઈથી સમજી શકશે કે 'મા'નું પાત્ર પૂરું પાડનાર આ મોટીબા જ હોવાં જોઈએ. ડોશીનો પરમ સુંદર આત્મા ગેાર્કીના એ ગ્રંથમણિ ઉપર છવરાઈ રહેલ છે, પાને પાને એ વૃદ્ધાના છેલ્લા બોલ ગુંજી રહેલ છે. અને એ મોટીબાનો વિદાય–સંદેશનો જ પડઘો ઝીલીને ગોર્કી પોતાનો મુદ્રાલેખ લખી ગયો છે કે 'જીવનની જનેતા પ્રેમ છે. ધિક્કાર નથી.'

એ મુદ્રાલેખે જ જગતને 'Mother' ની અમર કૃતિ આપી.

એ એક જ વાક્યમાં એ ગ્રંથનાં મૂલ મુલવાઈ જાય છે. ગ્રંથકારની જીવનદૃષ્ટિ પણ એ પુસ્તકમાં ખુલ્લી થાય છે.

એ જીવનદૃષ્ટિ આ રહી :

“While still subjecting many of his fellow countrymen to scathing criticism, he is no longer at odds with life. There is greater