પૃષ્ઠ:Videhi.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય પાંચમુ [હુમાયૂનનું દશ્ય : દિલ્હી સર કરી પાદશાહત પાછી પ્રાપ્ત કરી તે સમયે બહેરામખાન મુબાર- કબાદી આપે છે.] બહેરામ : શાહેશાહાન ! આપની જીત થઈ અને દિલ્હી આપે સર કર્યું. મુબારક્બાદ ! હુમાયૂન ઃ બહેરામ ! તું જાણે છે આપની છત કેમ થઈ તે? બહેરામ : આપની તલવારમાં તેજ છે, આપના હાથમાં જેર છે, આપના પગમાં વેગ છે... હુમાયૂન : એની એ તલવાર હતી, એના એ હાથ હતા, એના એ પગ હતા, છતાં પર્યંદર વર્ષ સુધી રાજ્ય ગુમાવી હિંદુ બહાર રખડતા હું આજ દિલ્હીમાં ફ્રી પગ મૂકું છું. એ પ્રતાપ, જો, બહેરામ, આ દેારાના ! બહેરામ ઃ આ તા એક સાધારણ દારા છે, નામવર ! કાઈ પીર- આલિયાના મંત્ર પામેલા એ ગડા લાગે છે ! હુમાયૂન : નહિ, બહેરામ ! એ એક હિંદુ બહેને મને ભાઈ બનાવ્યા એનુ' ચિહ્ન છે! ખહેરામ : હિંદુ બહેન ? આપને ? એક કાર... હુમાયૂન : બસ કર, બહેરામ ! તને માલૂમ તેા છે જ કે મારા પુત્ર અકબર કયાં જન્મ્યા હતા !...ઉમરકેટના હિંદુ રાજાની આમ્ર વાટિકામાં...મને જીવતદાન આપનાર મારા પિતા બાબરનુ વસિયતનામું પણ તેં જોયું છે...હિંદુઓને તલવારથી નહિ પણુ પ્રેમથી જીતવાનું એમાં ક્રમાન છે...