પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
પરિણામે મૃત્યુ

હતો તેની ઓરડીની પાછળ તેણે પોતાની છાવણી નાખી અને તે ઢેઢના એઠવાડ પર ગુજારો કરી મરણના દિવસની તે આતુરતાથી વાટ જોવા લાગી.


પરિણામે મૃત્યુ

કેટલાક કાળ પછી હું મારા મિત્રને મળવા માટે ભરૂચમાં આવ્યો અને તેણે મને તેની દુર્દશાની વાર્ત્તા સંભળાવતાં મનમાં કરુણા આવવાથી હું તેને જોવાને ગયો, તેનું સ્વરૂપ એવું તે કલાહીન થઈ ગયું હતું કે, તેના મુખપ્રતિ દૃષ્ટિપાત પણ કરી શકાતો નહોતો. આગળનાં સુખોનું સ્મરણ થતાં અમે બન્ને એક બીજાને જોઈને રડવા લાગ્યાં, ત્યાર પછી તે મહા પશ્ચાત્તાપથી કહેવા લાગી કે, જો મારૂં મરણ થયું હોત, તો આ દિવસો તો મારે ન જોવા પડત. ડોકટર સાહેબ ! આપ કૃપા કરી મને કોઈ વિષ આપીને મારી આ પીડાનો અંત લાવી નાખશો, તો આપનો મારાપર મોટામાં મોટો ઉપકાર થશે.” તેના આ શબ્દો સાંભળી અચાનક મારા અંતઃકરણમાં દયાનો આવિર્ભાવ થયો અને તેથી તેના મનનું અનેક પ્રકારે સાંત્વન કરી તેને થોડાક રૂપીયા પણ આપ્યા અને ઐાષધોપચાર પણ કરાવ્યો; પરંતુ તેનો રોગ રગેરગમાં પેસી ગયેલો હોવાથી મારા પરિશ્રમ વ્યર્થ ગયા અને રોગે તેના પ્રાણ લઈને જ તેને છોડી-મહાવ્યથા ભોગવીને તે અંતે મરી જ ગઈ !

અનંગભદ્રા ! એ ઉચ્ચ જાતિની અને કુલીન અબળા હતી તેમ જ તેના લાવણ્ય અને કળાકૌશલ્ય આદિમાં પણ કશી ન્યૂનતા નહોતી, છતાં પણ વ્યભિચારના દુષ્ટ વ્યસનને આધીન થવાથી આમજનોની છાયા, કીર્તિ અને સુખ આદિ સર્વ વસ્તુઓને ખોઈ બેઠી અને છેવટે આવી દુર્દશા ભોગવીને શ્વાન પ્રમાણે રસ્તામાં જ મરી ગઈ. અર્થાત્ એટલા માટે જ કહેવામાં આવે છે કે, સ્ત્રીનાં ચરિત્રોને ઈશ્વર પણ જાણતો નથી, તો પછી બિચારો મનુષ્ય તો ક્યાંથી જ જાણી શકે ? એટલા માટે જે તમે પણ એવું કુકૃત્ય કરશો, તો પરિણામે એવી જ દુર્દશા ભોગવશો.