પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ્યભિચારના નિષેધનાં શાસ્ત્રોક્ત પ્રમાણો

स्वभाव एष नारीणां नराणामिह दूशणम ।
अतोऽर्थात्र प्रमाद्यन्ति प्रमदासु विपशितः ॥

શ્રૃંગાર આદિ ચેષ્ટાવડે પુરુષોને મોહ પમાડી વશ કરવો એ સ્ત્રીઓનો સ્વભાવ જ છે. પણ તેમના મોહને વશ થનારા પુરુષો જ આ બાબતમાં દોષપાત્ર છે. એટલા માટે વિદ્વાન્ પુરુષો સ્ત્રીઓની બાબતમાં પ્રમાદ કરતા નથી. (મનુ ૨-૨૧૩)

अविद्वासमलं लोके विद्वांसमपि वापुनः ।
प्रमदा हृत्पथं नेतुं कामक्रोधवशानुगम् ॥

પુરુષ અવિદ્વાન હોય કે વિદ્વાન હોય, પણ જો તે કામ અને ક્રોધને વશ થઈ વર્તે તો તેને પ્રમદાઓ ઉન્માર્ગમાં લઈ જવામાં સમર્થ થાય છે. (મનુ ૨-૨૧૪)

अश्वश्रुतं वासवगर्जित च स्त्रीणां च चित्तं पुरुषस्य भाग्यम ।
अवर्षणं चाष्यतिवर्षणं च देवी न जानाति कुतो मनुष्यः ॥

અશ્વની ગતિને, ઈંદ્ર ગર્જનાને, સ્ત્રીઓનાં ચિત્તને, પુરુષના ભાગ્યને, અવર્ષણને અને અતિવૃષ્ટિને દેવ પણ જાણતો નથી તો પછી મનુષ્ય ક્યાંથી જાણી શકે ? (સુભાષિત)