પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
અનંગભદ્રાને બોધ

વિકારનો વેગ અત્યંત પ્રબળ છે અને એને અટકાવવાને કોઈ પણ સ્ત્રી કે પુરુષ સમર્થ નથી. એટલા માટે જ શ્રી ભર્તુહરિ જેવા યોગીશ્વરો પણ કહી ગયા છે કે;–

'मत्तेभकुंभदलने भुवि संति शूराः
केचित्प्रचंडमृगराजवधे‌ऽपि दक्षाः ।
किंतु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य,
कंदर्पदर्पदलने विरला मनुष्याः ॥'

“આ પૃથ્વીમાં મદોન્મત્ત ગજરાજનાં કુંભસ્થલોને દલનાર અનેક શૂરવીરો વિદ્યમાન છે, અને તેવા જ પ્રચંડ મૃગરાજ સિંહને વધ કરનાર મનુષ્ય પણ અનેક મળી આવે છે; પણ બળવાનો સમક્ષ આ વાર્તા હું બળપૂર્વક ઉચ્ચારું છું કે, કંદર્પ-કામદેવ-ના દર્પને દળનાર તો કોઈ વિરલા મનુષ્યો જ હશે !' અર્થાત્ મહાન શૂરવીર અને નરપુંગવો પણ એ કામદેવના દર્પનો પરિહાર કરી શકતા નથી અને તેના વેગને આધીન થઈ વિકારના પ્રવાહમાં તણાઈ જાય છે, તો પછી એવા પ્રબળ કામદેવના શૂરસંધાન સમક્ષ મારા જેવી એક કોમળાંગી અને કોમળહૃદય નવયૌવના નારી કેટલીકવાર ટકાવ કરી શકે, એનો આપ પોતેજ વિચાર કરી શકો એમ છો ! “પ્રફુલ્લ પુષ્પના નવીન મધુને ચાખનાર જો ભોગી ભ્રમર ન હોય, તો પછી પુષ્પનો ઉપયોગ શો ? શું ઈશ્વર ઉદ્યાનમાં પુષ્પને નિર્માણ કરે છે તે સદાને માટે અનાઘ્રાત રહી, કરમાઈ છેવટે નીચે પડીને ધૂળમાં મળી જવા માટે જ કે ? મારી એવી ધારણા નથી.” અનંગભદ્રાએ વાદ કર્યો.

“એ સર્વ ભાગ્યની લીલા છે, ભાગ્યના પ્રતાપથી એક પુષ્પ દેવના મસ્તકે વિરાજે છે, અને એક અરણ્યગત કુસુમ અજ્ઞાતાવસ્થામાં અને અનાઘ્રાત રહી છેવટે ખરી પડી ધૂળમાં મળી જઈને વાયુના ઝપાટાથી આમતેમ ઊડે છે.” મેં ભાગ્યના કારણને આગળ ધર્યું .

“ડોકટર સાહેબ ! જડ વસ્તુઓની કદાચિત ભાગ્યના પ્રતાપથી સારી કે નઠારી અવસ્થા થતી હશે, પણ ચેતનવાન અને બુદ્ધિવાન્