પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તોલા અફીણનું ખર્ચ
૧૬૧
 


ધમલો અમરતની ચિઠ્ઠી લાવીને ઊભો રહે એટલે ચતરભજે ખડે પગે અમરતની સેવામાં હાજર થવું જ પડતું. પણ એ રીતરસમોને તો આજ વર્ષો વીતી ગયાં હતાં. એ તો અમરતની જુવાનીના દિવસોની વાતો. છતાં અત્યારે દલુની હાજરીમાં એ મીઠાં સ્મરણો તાજાં થતાં ચતરભજ આજે પણ એક મુગ્ધાને છાજે એવી શરમ સાથે રોમાંચ અનુભવી રહ્યો.

શેઠના ઘરનાં તેડાં આવે ત્યારે આ મુનીમને ઉઘાડે પગે દોડવાની આદત હતી, એ આદતને વફાદાર રહીને આજે પણ ચતરભજ ઉઘાડે પગે નીકળી પડ્યો.

‘એલા ચતરભજ, તું તો કાંઈ બહુ મોંઘો થ્યો છ હમણાં ?’ અમરતે પોતાના બાલમિત્રને તુંકારમાં આવકાર્યો.

‘રાણીઓના રાજમાં હવે અમારી ભાયડાઓની શી જરૂર રહી છે !’ ચતરભજે એક જ વાક્યમાં આભાશાના કુટુંબની વણસેલી સ્થિતિનો ખ્યાલ આપી દીધો.

‘રાજા તો જનમધરનો નેમાલો જ છે; પણ તારા જેવા પ્રધાનેય નમાલા નીકળ્યા ત્યારે રાણીઓ ફાવી ગઈ ને ?’ અમરતે ચત૨ભજના અહમ્‌ને ચેતાવવા માંડ્યો.

‘પ્રધાન તો ભૂખેય નમાલો નથી. ભલભલાને ભૂ પાઈ દીધાં છે, ઈ તો તમે ક્યાં નથી જાણતાં? રાજમાં જરાક મીઠાની તાણ્ય રહી ગઈ છે, એટલે જ આ ચોટલાવાળીઓ એની છાતી ઉપર ચડી બેઠી છે ને ?’

‘રાજામાં કદાચ મીઠાની ખેંચ હોય તોપણ પ્રધાનમાં તો મીઠું સારીપઠ ભર્યું છે કે નહિ ? પ્રધાન કાં આમ સાવ બાઈમાલી થઈને બેઠો રિયો છે ?’

ચતરભજે એક આંખ ઝીણી કરી, મૂછના ઊડતા થોભિયાને બે હોઠ વચ્ચે ભીંસટમાં લીધું અને બોલ્યો : ‘પ્રધાનને પડખું