પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
વ્યાજનો વારસ
 

 બાપુજી ! સસરાજી જેવા પ્રેમાળ માણમ સામે આવું ગોઠનાર કોણ…?’

‘ઘરનાં ને ઘરનાં જ માણસો છે. ને જીવણશાની શિખવણી.’

‘અરેરે ! ઘરનાં જ ઘાતકી…!’

‘હા.’

‘કોણ નામ તો કહો.’

‘અમરત અને ચતરભજ. મેં કહ્યું નહિ, કે બેય જણે ત્રાગડો રચ્યો છે ! તોલો એક અફીણ ઘોળીને તૈયાર રખાયું છે.…’

‘હું સાચું માનું જ નહિ !’ સુલેખાએ કહ્યું.

‘તું માને કે ન માને, પણ એ હકીકત છે.’

‘સસરાજીની જિંદગી એટલી સસ્તી ન હોય, બાપુજી !’

‘એ તો ખાડો ખોદે એ જ પડે. અમરતની બધી યોજના ઊંધી વળી જશે. આભાશાના ઓરડામાં દાખલ થવાની પણ હવે એને બંધી કરવામાં આવી છે.’

‘બાપુજી ! જરૂર પડશે તો હું ખડે પગે સસરાજીની સેવા કરીશ અને એમની જિંદગીની રક્ષા કરીશ. એક ચકલુંય બારણામાં ફરકી ન શકે એની તકેદારી રાખીશ.’

‘બેટા, એ તો બધું નંદન કરે જ છે. તારે તો હવે સસરાજીને રાજી રાખવા સારુ એક જ કામ કરવાનું છે. બધી મિલકતનો સ્વીકાર કરી લે.’ લશ્કરી શેઠ ફરી મૂળ મુદ્દા ઉપર આવ્યા.

અમરત અને ચતરભજના કાવતરાની વાત સાંભળીને સુલેખા ધ્રૂજી ઊઠી હતી. એણે વિચાર્યું : આ મિલકત ન–ધણિયાતી છે એ કારણે જ આ લોકોની દાનત બગડે છે અને જીવતા જીવોના જાન લેવાના ત્રાગડા રચાય છે. કોણે કહ્યું કે સસરાજીના મૃત્યુ પછી આભાશાનું ઘર નધણિયાતું બનવાનું છે ? આ ઘરના એક્કેએક પથ્થરમાં રિખવનો આત્મા વિલસી રહ્યો છે. હજી તો હું હયાત છું ત્યારથી જ આ લોકો મિલકતના ધણી થવા મથે છે તો હું ન