પૃષ્ઠ:Yugavandana.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શીળી એવી સાંજને હૈયે
રે મીઠી એવી સાંજને હૈયે,
ડોલરિયા ડુંગરા દેતા ઘોર હોંકારા આપણે ગાને રે
સૂના સમદરની પાળે

પ્હાડેપ્હાડ આથડ્યાં ભેળાં
રે ખીણેખીણ ઊતર્યાં ભેળાં,
કે તારી આંખડી પ્યાસી શુંય પીતી'તી મુખડે મારે રે !
સૂના સમદરની પાળે

કૂણી તારી આંગળી કેરા
રે કૂણી તારી આંગળી કેરા
ભીડીને આંકડા મારે હાથ, ચાલી તું દૂર વિશ્વાસે રે
સૂના સમદરની પાળે

એવાં એવાં સોણલાં જોતો
રે એવાં એવાં સોણલાં જોતો
રાજેસર ગામ ને રેવાતીરનો તારો પિયુજી પોઢે રે
સૂના સમદરની પાળે

લાગ્યો એનો કંઠ રૂંધાવા
રે લાગી એની જીભ ટૂંપાવા,
ઓલાતી આંખડી ઢાળી, શ્વાસ નિતારી, બોલતો થંભે રે
સૂના સમદરની પાળે

સાથી એની આગળ ઝૂકે
રે સાથી એનું શિર ધ્યે ઊંચે;
બુઝાણો પ્રાણ-તિખારો, વીર કોડાળી જાય વિસામે રે
સૂના સમદરની પાળે

ચાલી આવે આભમાં ચંદા
રે ચાલી આવે આભમાં ચંદા,
ચંદાનાં નેણલાં નીચે કારમા કેવા કેર વેરાણા રે
સૂના સમદરની પાળે

♣ યુગવંદના ♣
૧૦૭