પૃષ્ઠ:Yugavandana.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



.

થડક્યાં થાનોલાં, થંભી ગઈ રે રાતાં ફૂલડાં,
હાં રે બાઈની છાતીમાં છલ છલ દૂધ —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

સરજ્યાં જો હત મારે ખોળલે રે રાતાં ફૂલડાં,.
'હાં રે તમને પહેરાવત હીર ને ચીર !'—
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

ભૂલી હો ભૂલી હો ભૂંડી માવડી રે રાતાં ફૂલડાં,
હાં રે મારી તે દીની મરડેલી ડોક' —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

'આવડાં ધાવણ આજે ઊભરે રે રાતાં ફૂલડાં,
હાં રે મારી તે દીની તરસ સંભાર !' —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

‘ઝૂલું હું જશોદા માને ખોળલે રે રાતાં ફૂલડાં,
હાં રે તારે ખોળલે અગન કેરી ઝાળ !' —
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

♣ યુગવંદના ♣
૧૧૬