પૃષ્ઠ:Yugavandana.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



નાની નાવ ને નાવિક પંથે પળ્યાં,
ગગને દળ-વાદળ ઘેરી વળ્યાં,
આખી રાત આકાશેથી આંસુ ગળ્યાં.
સૂની સરિતાને તીરે રે,
રાખી મુને એકલડી :
મારી સંપત લૈને રે,.
ચાલી સોના-નાવલડી :
મારા નાના ખેતરને
શેઢે હું તો એકલડી.

♣ યુગવંદના ♣
૧૨૦