પૃષ્ઠ:Yugavandana.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



યુગ યુગના અણભંગ અબોલા,
સૂના સાગર કેરા હૈયા-હિંડોળા :
 
ગરીબડો થઈને બોલાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. — માલા૦

કરુણાળુ બોલ કહાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે,

ગેબીલા શબદ સુણાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.

ચરણ ચૂમી ચૂમી ગાવે -
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.

માલા ગૂંથી લૂંથી લાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.

ધરતીને હૈયે પેરાવે –
સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.

♣ યુગવંદના ♣
૧૨૮