પૃષ્ઠ:Yugavandana.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 ૮૧. બીડીઓ વાળનારીનું ગીત : ૧૯૩૧. ઢાળ બંગાળી બાઉલગાનનો. જેની કબ્ર ઉપર લખ્યું છે – “ધ પોએટ ઑફ ધ સૉન્ગ ઑફ ધ શર્ટ’ એ અંગ્રેજ કવિ ટૉમસ હૂડનું મશહૂર 'સોન્ગ ઓફ ધ શર્ટ' ઘણા સમયથી મનમાં ગુંજતું હતું. એટલે મૂળ પ્રેરણા એ ગીતની. તે સિવાય આને ને એને કશી નિસ્બત નથી.

૮૩. દૂધવાળો આવે : ૧૯૩૩. મુંબઈ શહેરના ઘરેઘરનો અનુભવ મારા પોતાના રોજિંદા જાતઅનુભવમાં નિહાળ્યો. દૂધવાળા ભૈયાઓની જીવનકથનીમાં પડેલી કરુણતાને કટાક્ષમાં લપેટવાની પહેલી આવૃત્તિવાળો પ્રયાસ સફળ નહોતો. ઉપરાંત, છેલ્લું તારણ તો ખોટું હતું. એક દૂધવાળો મરે તેથી તેની જગ્યા પૂરનારી પરંપરા કંઈ અટકતી નથી. ઉપલી ક્ષતિને દૂર કરવા માટે બીજી આવૃત્તિમાં છેલ્લી કડી નવી ઉમેરી છે. ઓ. કે. ચા = એ કંપનીના લેબલવાળી ચા.

ખંડ ૩ : કથાગીતો

૮૭. અભિસાર : ૧૯૩૧. રવીન્દ્રનાથના 'કથા ઓ કાહિની'માંના મેં 'કુરબાનીની કથાઓ'માં લીધેલા એક કાવ્યનો અનુવાદ. 'કૌમુદી' માટે કરેલો.

૯૧. આખરી સંદેશ : ૧૯૩૦. કારાવાસમાં. 'ધ ન્યૂઝ ઑફ બૅટલ' નામના અંગ્રેજી બૅલડ પરથી.

૯૭. વીર બંદો : ૧૯૩૪. રવીન્દ્રનાથના કથાગીત ‘બંદીવીર’ પરથી.

૧૦૨. સૂના સમદરની પાળે : ૧૯૩૦. કારાવાસમાં, કેરોલીન શેરીડાન નોર્ડનના અંગ્રેજી કથાગીત ‘બીન્જન ઑન ધ ર્‌હાઈન’ પરથી.

૧૦૯. કોઈનો લાડકવાયો : ૧૯૩૦. કારાવાસમાં. 'સમબડીઝ ડાર્લિંગ’ નામના મૅરી લા કોસ્ટેના રચેલા એક કાવ્ય પરથી. ઉપલાં બેઉ અંગ્રેજી કાવ્યો જૂની “રૉયલ રીડરમાંથી જડેલાં. 'સમબડીઝ ડાર્લિંગ’ તરફ ધ્યાન ખેંચનાર શ્રી દેવદાસ ગાંધી હતા. એના ગુજરાતી રૂપાન્તરના યોગ્ય મૂલ્યાંકનને માટે અસલ કાવ્ય નીચે શામિલ કરું છું :

SOMEBODY'S DARLING

[1].

Ward of the white-washed halls,
Where the dead and dying lay,
Wounded by the bayonets, shells and balls,
Somebody's Darling was born one day -

♣ યુગવંદના ♣
૧૬૯