પૃષ્ઠ:Yugavandana.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 ૪૭. ઓતરાદા વાયરા ઊઠો : ૧૯૩૪. સ્વતંત્ર બેસતા વર્ષને દિવસે રચાયું. કાર્તિક-માગશરથી પવન પલટાઈને ઉત્તર-દક્ષિણ વહે છે, વિશુદ્ધીકરણની પાનખર ઋતુ મંડાય છે. નવરચનાને કારણે જીવનવાયરા પણ એવા જ સૂસવતા ને સંહારક જોઈએ છે.

ખંડ ૨ : પીડિતદર્શન

૫૧ ઘણ રે બોલે ને : ૧૯૩૨. સ્વતંત્ર. 'ફૂલછાબ' માટે રચાયું હતું. ભજનના ઢાળમાં નિઃશસ્ત્રીકરણનો વિષય ઉતાર્યો છે. 'જેસલ કરી લે વિચાર’ નામે ભજનના જોશીલા આતરાનો ઢાળ બેસાડ્યો છે.

૫૩. દીઠી સાંતાલની નારી : ૧૯૩૫. રવીન્દ્રનાથનું મૂળ બંગાળી 'સાંતાલેર મેયે' તો નથી જોયું, પણ એના અંગ્રેજી ભાષાન્તર પરથી ઉતારેલું..

૫૫. ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત : ૧૯૩૨. ‘ફૂલછાબ' માટે રચેલું. સ્વતંત્ર.

૫૮, કોદાળીવાળો : ૧૯૩૨. 'ક્રાય ફૉર જસ્ટિસ' નામના અંગ્રેજી સંગ્રહના એક કાવ્ય પરથી.

૬૦. કેદીનું લ્પાંત : ૧૯૩૧. સ્વતંત્ર

૬૩. કાળ સૈન્ય આવ્યાં : ૧૯૩૪. સ્વતંત્ર. '

૬૪. ફાગણ આયો : ૧૯૩૨. 'ફૂલછાબ' માટે. સ્વતંત્ર

૬૬. વૈશાખી દાવાનલ આવો : સ્વતંત્ર. કટાક્ષ-કાવ્ય.

૬૮. કાલ જાગે : ૧૯૨૯. એક અંગ્રેજી કાવ્ય પરથી 'સૌરાષ્ટ્' પત્રના મુખપૃષ્ઠ પર મૂકવા માટે રચાયું. મારું સૌપહેલું પીડિત-ગીત.

૭૦. કવિ, તને કેમ ગમે ? : ૧૯૨૯, 'કાલ જાગે' વાંચીને શ્રી બચુભાઈ રાવતે મોકલેલા 'બોમ્બે ક્રોનિકલ’ના તાજા અંકમાં આવેલા શ્રી હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયે રચેલા 'ધ માસ્ક' નામક કાવ્ય પરથી.

૭૨. હાલરડું : ૧૯૩૦. કારાવાસમાં રચેલું. સ્વતંત્ર.

૭૩. તારા પાતકને સંભાર : ૧૯૩૨. ગાંધીજીના અનશનવ્રતની અસરતળે. ‘ફૂલછાબ' માટે સ્વતંત્ર રચ્યું.

૭૬. અમે ! : ૧૯૨૯, પાખંડી ધર્મગુરુઓને ઉદ્દેશીને રચેલું.

૭૮, વિરાટદર્શન : ૧૯૩૨. અપ્ટન સિંકલેરના 'સૅમ્યુઅલ ધ સીકર'ના છેલ્લા સંઘગાનને આધારે. નિશાન=નગારું.

♣ યુગવંદના ♣
૧૬૮