પૃષ્ઠ:Yugavandana.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અરધાં ભૂખ્યાં તને ભલે રહો, હો ભાઈ!
અરધા ભૂખ્યા તમે ભલે રહો;
મારા બરધીઆની સાર લ્યો સવાઈ રે. — જેલના ૦

વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ !
વેચો વળીઓ ને વેચો વાંસડા;
મારા બરધીઆને વરસ બે જિવાડ રે. — જેલના ૦

ફટકા-ફાંસીનું શીખું કામ જો હું ભાઈ!
ફટકા-ફાંસીનું બુરું કામ જો;
વધે માફી, વળી રૂપૈયા રળાય રે. — જેલના૦

(પણ) બદનામી થાય આખી જેલમાં, હો ભાઈ!
બદનામી થાય આખી જેલમાં;
પીર દાવલશા સોણલે ભળાય રે. — જેલના ૦

ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ!
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા;
વરસ બે તો વહી જાશે પલકમાંય રે. — જેલના૦

♣ યુગવંદના ♣
૬૨