પ્રભુ વિના ભવજલ પાર ન પાવે
Appearance
પ્રભુ વિના ભવજલ પાર ન પાવે દેવાનંદ સ્વામી |
પ્રભુ વિના ભવજલ પાર ન પાવે
પ્રભુ વિના ભવજલ પાર ન પાવે, ગ્રહ અંધ કૂપ પર્યો નર પામર,
જનમ મરન દુઃખ અંત ન આવે... પ્રભુ꠶ ૧
મિથ્યા ઘાટ મનોરથ મનમેં, ધન કે કાજ દશો દિશ ધાવે;
નિશ દિન કાલ ખડા શિર ઉપર,
ગાફલ નર હરિગુન નહીં ગાવે... પ્રભુ꠶ ૨
ભૌરવ ભૂત પિશાચ કું પૂજત, ભેખ ધરી બહુ જગ ભરમાવે;
સદ્ગુરુ વિના મરમ નહીં સમઝત,
નીચ કરમ કરી જમપુર જાવે... પ્રભુ꠶ ૩
નરતન ધરી હરિભક્તિ અલૌકિક, સંત સમાગમ કરી સમજાવે;
દેવાનંદ પ્રગટ પ્રભુ દેખત,
તન કે તાપ મહા પાપ મિટાવે... પ્રભુ꠶ ૪