પ્રાણજીવન પ્રભુ મારા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

તમે અબોલા શીદ લ્યો છો રાજ,
પ્રાણજીવન પ્રભુ મારા?
અમને દુઃખડાં શીદ દ્યો છો રાજ,
પ્રાણજીવન પ્રભુ મારા?

તમે અમારા, અમે તમારા,
ટાળી શું દ્યો છો રાજ? ... પ્રાણજીવન.

ઊંડે કૂવે ઊતર્યા છે વહાલા,
છેહ આમ શું દ્યો છો રાજ? ... પ્રાણજીવન.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હૃદયકમલમાં રહો છો રાજ ... પ્રાણજીવન.

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

તમે અબોલા શીદ લ્યો છો રાજ? અમને દુઃખડાં શીદ દ્યો છો રાજ?

તમે અમારા, અમે તમારા, ટાળી દોષ શું દ્યો છો રાજ?

અમૃત પાઈ ઉછેર્યાં વહાલા, વિખ ઘોળી શું દ્યો છો રાજ ?

ઊંડે કૂવે ઊતાર્યાં વહાલા, છેહ આમ શું દ્યો છો રાજ?

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હૃદયકમલમાં રહો છો રાજ