પ્રાણી સ્વામિનારાયણ દેવ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પ્રાણી સ્વામિનારાયણ દેવ
પ્રેમાનંદ સ્વામીપ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે;
સત્ય સ્વરૂપ છે રે, સુર મુનિના ભૂપ છે રે... ટેક

નેતિ નેતિ કરી નિગમ ગાયે, ઉપનિષદનો સાર;
કાળ માયાદિક સૌના પ્રેરક, અક્ષરના આધાર... પ્રાણી ૧

બ્રહ્મમહોલના વાસી રે, પ્રભુ સદા દિવ્ય (દિવ્ય સ્વરૂપ) સાકાર;
અક્ષરાદિક મુક્ત કોટિ, સેવે કરી અતિ પ્યાર... પ્રાણી ૨

નિજ ઇચ્છાએ નરતનું ધારી, પ્રગટ્યા શ્રી મહારાજ;
ભતરખંડના ભાવિક જનને, ઉદ્ધારવાને કાજ... પ્રાણી ૩

સત્ય કહું છું સમ ખાઈને, ખોટી નથી લગાર;
પ્રેમાનંદ કહે ભજો ભાઈઓ, થાશો ભવજળ પાર... પ્રાણી ૪