પ્રાણી સ્વામિનારાયણ સમર્થ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પ્રાણી સ્વામિનારાયણ સમર્થ
પ્રેમાનંદ સ્વામીપ્રાણી સ્વામિનારાયણ સમર્થ શ્રી ભગવાન છે રે;
શ્રી ભગવાન છે રે, કૃપાના નિધાન છે રે... ટેક

અધમોદ્ધારણ દીનના બંધુ, શરણાગત પ્રતિપાળ;
સ્વામિનારાયણ નામ લે તેને, પાસે ન આવે કાળ... પ્રાણી ૧

શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા પોતે, અનાથના એ નાથ;
આ અવસરે કોઈ નહિ માને તો, પસ્તાઈ ઘસશે હાથ... પ્રાણી ૨

જંત્ર નથી કશો જાદુ નથી ભાઈ, નથી મત ને પંથ;
જાણી જોઈને દયા કરી છે, ઉદ્ધારવાને જંત... પ્રાણી ૩

ઘોર કળિમાં સતયુગ સ્થાપ્યો, અનાદિ મોક્ષની રીત;
પ્રેમાનંદ કહે નહિ માને તો, પછે થાશે ફજીત... પ્રાણી ૪