લખાણ પર જાઓ

પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ

વિકિસ્રોતમાંથી
પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ
પ્રેમાનંદ સ્વામી



પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ

પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે;
ગાઈએ રે, દુરિજનથી લેશ ન લજાઈએ રે... ટેક

સ્વામિનારાયણ મહામંત્ર છે, પ્રગટ હરિનું નામ;
આ અવસરે જે કોઈ લેશે, તેનાં સરશે કામ... પ્રાણી ૧

સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય;
સાંભળીને જમદૂત તેને, દૂરથી લાગે પાય... પ્રાણી ૨

સ્વામિનારાયણ નામનો પ્રાણી, અતિ મોટો પ્રતાપ;
અંતકાળે પ્રભુ તેડવા આવે, સ્વામિનારાયણ આપ... પ્રાણી ૩

સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી, તજી લોકની લાજ;
પ્રેમાનંદ કહે રાજી થઈને, તેના ઉરમાં રહે મહારાજ... પ્રાણી ૪