લખાણ પર જાઓ

બંસીવારા આજ્યો મ્હારે દેસ

વિકિસ્રોતમાંથી
બંસીવારા આજ્યો મ્હારે દેસ
મીરાંબાઈ


૭૨

રાગ બરસાતી - તાલ ચર્ચરી

બંસીવારા આજ્યો મ્હારે દેસ, થારી સાંવરી સુરત પ્યારો બેસ.
આઊં-આઊં કર ગયા સાંવરા, કર ગયા કૌલ અનેક;
ગિણતા-ગિણતા ઘસ ગઈ, મ્હારી આંગળિયાંરી રેખ.
મૈં બૈરાગણ આદિકી જી થાંરે, મ્હારે કદકો સનેસ;
બિન પાણી બિન આબુણ, સાંવરા હોઈ ગઈ ધોઈ સપેદ.
જોગણ હોય જંગલ સબ હેરું, તેરા નામ ન પાયા ભેસ.
તેરી સુરતકે કારણે મ્હેં ધર લિયા ભગવા ભેસ.

મોર-મુગટ પીતાંબર સોહૈ, ધૂંઘરવાળા કેસ;
મીરાં કે પ્રભુ ગિરિધર મિલિયાં, દૂનો બઢૈ સનેસ.

અન્ય સંસ્કરણ

[ફેરફાર કરો]

પદ ૧૪ રાગ માઢ.

બંસીવાલા આજો હમારે દેશ,
આજો હમારે દેશ બંસીવાલા આજો હમારે દેશ;
તારી શામળી સુરત હદ વેશ— બંસી

આવન-આવન કેહ ગયે, કર ગયે કોલ અનેક;
ગણતાં-ગણતાં ઘસ ગૈઇ જીભા, મ્હારી આંગળિઓની રેખ.— બંસી

એક બન ઢુંઢી સકલ બન ઢુંઢી ઢુંઢો સારો દેશ
તારે કારણ જોગણ હોઉંગી, કરૂંગી ભગવો વેશ— બંસી

કાયદ નહિ શાહી નાહીં, કલમ નહિ લવલેશ
પંખીડું પરમેશ નહિ, કિન સંગ લખું સંદેશ— બંસી

મોર-મુકુટ શિર છત્ર બિરાજે, ગુગર વાળા કેશ;
મીરા કે’ ગિરિધરના ગુણ, આવોની એણે વેશ— બંસી