લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/આખર ધૂળની ધૂળ

વિકિસ્રોતમાંથી
← ચોરકી ડાઢી મેં તિનકા બીરબલ વિનોદ
આખર ધૂળની ધૂળ
બદ્રનિઝામી–રાહતી
કાલી કે તેઅમત →


વાર્તા ૭૮.

આખરે ધૂળની ધૂળ.

એક સમયે બાદશાહ બીરબલને સાથે લઈ નગરની બહાર ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં એક જુના કબ્રસ્તાન આગળ બન્ને આવી પહોંચ્યા, એટલે બાદશાહે કબ્રસ્તાનમાં જઈ ફાતિહા પઢવાની ઇચ્છા પ્રદર્શિત કરી. બન્ને જણ કબ્રસ્તાનમાં દાખલ થયા એવામાં બાદશાહની નઝર એક ભાંગેલી કબર ઉપર પડી તો અંદર એક મૃત ક્લેવરના જેવું હાડપિંજર દેખાતું હતું. બાદશાહે હેરત પામીને તે હાડપિંજરને હાથ લગાડ્યો એટલે તે ભાંગીને ભૂકો થઈ ગયું. એ ઉપરથી બાદશાહે એક શએર (કવિતાની એક ટુંક) ગાયું કે

બહોત લોગ એસે થે જીનકા હમેશા,
સીમીં બદન થા મોઅત્તર કફન થા.

બીરબલે તરતજ તેના ઉત્તર રૂપે શએર કહ્યો કે: –

જો કબ્ર ઉનકી ખોદી તો યે હાલ દેખા,
ન તારે કફન થા ન અઝવે બદન થા.