બીરબલ વિનોદ/ચોરકી ડાઢી મેં તિનકા
Appearance
← સમશ્યા પૂર્તિ | બીરબલ વિનોદ ચોરકી ડાઢી મેં તિનકા બદ્રનિઝામી–રાહતી |
આખર ધૂળની ધૂળ → |
વાર્તા ૭૭.
ચોરકી દાઢીમેં તિનકા.
એક પ્રસંગે બાદશાહને ત્યાંથી કેટલાક આભુષણો ચોરી ગયા. બાદશાહે બહુ તપાસ ચલાવી પણ પત્તો ન લાગ્યો એટલે બીરબલને ચોર પકડી આપવાની આજ્ઞા કરી. બીરબલે જે પેટીમાંથી આભુષણો ચોરી ગયા હતા. તે પેટી આગળ કાન ધર્યા અને થોડીવારે બોલી ઉઠ્યો “ જહાંપનાહ ! આ પેટી એવું કહે છે કે છે " ચોરકી ડાઢીમેં તિનકા.” બીરબલ વાક્ય પુરૂં કરે તે પહેલાં તો ત્યાં ઉભેલા ખ્વાજાસરા અને ગુલામોમાંથી એકે ગભરાઈને ઝટ પોતાની ડાઢી ઉપર હાથ ફેરવ્યો. બીરબલે તેને પકડી પાડી ખૂબ ધમકાવ્યો અને બે ચાર ફટકા પણ લગાવી દીધા એટલે તેણે અપરાધ કબુલ કર્યો અને આભુષણો લાવી આપ્યાં.