બીરબલ વિનોદ/ઉંટની ગરદન વાંકી કેમ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← છ પ્રશ્નો બીરબલ વિનોદ
ઉંટની ગરદન વાંકી કેમ?
બદ્રનિઝામી–રાહતી
બીરબલની પુત્રી →


વાર્તા ૧૪૨.
ઉંટની ગરદન વાંકી કેમ?

એક સમયે બાદશાહે બીરબલને એક જાગીર આપવાનું વચન આપ્યું, પરંતુ જ્યારે આપવાનો વખત આવ્યો ત્યારે પોતાની ગરદન વાંકી ફેરવી લીધી. બીરબલ તે વખતે કાંઈ પણ ન બોલ્યો. એક દિવસ બાદશાહ અને બીરબલ કરવા નીકળ્યા, એવામાં ત્યાંથી એક ઉંટ વાંકી ગરદન રાખી નીકળ્યો. બાદશાહે બીરબલને સવાલ કર્યો કે “ બીરબલ ! આ ઉંટની ગરદન વાંકી કેમ હશે?”

બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે “હુઝૂર! એણે પણ કોઈને જાગીર આપવાનું વચન આપ્યું હશે.”

આ જવાબ સાંભળતાંજ બાદશાહને પોતે આપેલું વચન યાદ આવી ગયું, એટલે તે બહુજ લજ્જિત થયો અને એક મોટી જાગીર બીરબલને બક્ષીસ આપી.