બીરબલ વિનોદ/એનું નામ તે મસ્ખરી!!

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ગધેડીનો છેક હાથથી ગયો બીરબલ વિનોદ
એનું નામ તે મસ્ખરી!!
બદ્રનિઝામી–રાહતી
વીંછીનો મંત્ર →


વાર્તા. ૬૩.

એનું નામ તે મસ્ખરી !!

આગલી વાર્તામાં બીરબલને ઈનામમાં ઘોડો મળ્યો એવું આપણે વાંચી ગયા પણ બાદશાહના નોકરોએ એક નકામો (અંડવૃદ્ધિને કારણે) ઘોડો બીરબલને આપ્યો. તે વખતે તો બીરબલ ગુપચુપ ત્યાંથી ચાલ્યો ગયો. પણ બીજે દિવસે તેણે નોકરોની બદમાશીનો બદલો વાળી નાંખવા માટે, ઘોડાની ગરદને બે માટલા બન્ને બાજુ લટકાવી દીધા અને બાદશાહને મળવા ચાલ્યા. બાદશાહ વાળુ કર્યા પછી બગીચામાં બેગમ સાથે ફરવા નીકળ્યો હતો, એવામાં તો લાગ જોઈ બીરબલે ઘોડાને બાગમાં દાખલ કરી દીધો. આ વિચિત્ર સ્વાંગ જોઈ બાદશાહને હસવું આવી ગયું. તેણે પૂછ્યું “કેમ બીરબલ ! આજે વળી આ વિચિત્ર સ્વાંગ કેમ કાઢ્યો ?”

બીરબલે હાથ જોડી કહ્યું “સરકાર ! એ સ્વાંગ નથી, બલ્કે એમાં ભારે હિકમત સમાયેલી છે. આ ઘોડો આપે મને કાલે ઈનામમાં આપ્યો, પરંતુ સ્વારી સમયે તેના પાછલા ભાગ તરફ ઉલાળ પડતો હોવાથી મેં આગલા ભાગમાં વજન લટકાવી સમતોલપણું રાખ્યું છે.”

બાદશાહને હસવા સાથે ગુસ્સો પણ આવ્યો, કેમકે તેણે તો ઉત્તમ ઘોડો આપવાની આજ્ઞા આપી હતી; પણ નોકરોએ બદમાશી કરી એટલે તેમને શિક્ષા કરવી જોઈયે. એવો વિચાર આવ્યો અને તેણે નોકરોને બોલાવી ધમકાવવા માંડ્યા. આ જોઈ બીરબલે કહ્યું “જહાંપનાહ ! એમાં એમનોયે વાંક નથી, એમણે પણ મારા ચાતુર્યની પરિક્ષા કરી જોવા માટે એમ કરેલું હોવું જોઈએ, માટે એમનો વાંક માફ કરો.”

બીરબલના આવા પ્રકારના કહેવાથી બાદશાહે નોકરોને માફી આપી દીધી.