બીરબલ વિનોદ/કીર્તિને કાળ નવ ખાય
Appearance
← નિકસો રવિ ફોડ પહાડકી તાંઈ | બીરબલ વિનોદ કીર્તિને કાળ નવ ખાય બદ્રનિઝામી–રાહતી |
સુખી કોણ? → |
વાર્તા ૪૦.
કીર્તિને કાળ નવ ખાય.
એક પ્રસંગે દરબાર ભરાયો હતો. અમીર અને અન્ય દરબારી સૌ કોઈ પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા હતા. એવામાં એક કવિએ આવી કહ્યું :-
દોહરો
કહા ન અબલા કર સકે, કહા ન સિંધુ સમાય;
કહા ને પાવકમેં જલે, કહા કાલ નવ ખાય?
આ સાંભળી બધા વિચારમાં પડી ગયા, એટલામાં બીરબલ બોલી ઉઠ્યો:–
દોહરો.
સુત નહીં અબલા કર સકે, મન નહીં સિંધુ સમાય;
ધર્મ ન પાવક મેં જલે, કીર્તિ કાલ નવ ખાય.
આ જવાબ સાંભળી બધા. “ વાહ, વાહ પોકારી ઉઠ્યા. પેલો કવિ પણ આનંદ પામ્યો, એટલે બાદશાહે બન્નેને ઈનામ આપ્યા.